ગ્રાન્ટેડ સ્કૂલો જે રીતે ગ્રાન્ટેડ નીતિને કારણે બંધ થઈ રહી છે તેમ જ ગ્રાન્ટેડ કોલેજમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગ્રાન્ટેડ કોલેજો હવે સરકારની નીતિથી કંટાળીને બંધ કરવા અરજી કરી રહી છે. શહેરની એક કોલેજમાં છેલ્લા 11 વર્ષથી 10 જેટલા કર્મચારીની અછત છે અે ભરવા સરકાર કે યુનિવર્સિટી દ્વારા NOC આપવામાં આવતી નથી જેના કારણે સ્વખર્ચે કોલેજ ચલાવનાર ટ્રસ્ટે 11 વર્ષ ખેંચ્યા તથા હજુ NOC ના મળતા કોલેજ બંધ કરવા નિર્ણય કર્યો છે.
સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ 1968નિ સાલથી કાર્યરત છે. આ કોલેજમાં ગુજરાત હાઈકોર્ટમાંથી નિવૃત જજ રવિ ત્રિપાઠી તથા અનેક મહાનુભવો ભણી ચુક્યા છે. આ કોલેજ 2005થી સાબરમતી એજ્યુકેશન ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહી છે.આ કોલેજમાં 2008થી કર્મચારીઓ નિવૃત થતા કે અન્ય કારણથી અછત થવા લાગી. 2011 સુધીમાં કોલેજના 10 માણસની અછત ઉભી થઇ હતી અેમાં 3 શૈક્ષણિક સ્ટાફ તથા 7 વહીવટી સ્ટાફ હતા. સ્ટાફની અછત પુરી કરવા કોલેજે સરકાર અને યુનિવર્સિટી પાસે NOC માંગી પરંતુ સરકાર તરફથી કોઈ પ્રતિસાદ જ મળ્યો નહતો