Tue. Oct 22nd, 2024

    સાઈબર ફ્રોડના ભોગ બનેલા 470 લોકોના સ્ટેટ સાઇબર ક્રાઈમ પોલીસે 76 લાખ રૂપિયા પરત અપાવ્યા છે, તથા 58 કરોડથી વધુ રકમ બ્લોક કરી છે. ઓનલાઇન સાઇબર ફ્રોડમાં ગુમાવેલા નાણાં બ્લોક કરાવવામાં ભારતમાં ગુજરાત પ્રથમ ક્રમે છે.

    સીઆઇડી ક્રાઇમ હેલ્પલાઇન 1930 તથા રાજ્ય સરકાર દ્વારા ચાલું કરાયેલા સાઇબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ સીઆઈડી ક્રાઇમને કામગીરી સોંપવામાં આવી અેમાં 50 કર્મચારીઓ લોકોના નાણાં પરત અપાવવા તેમ જ નાણાં બ્લોક કરવાની કામગીરી કરી રહ્યા છે.

    ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના સહકારથી સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલ મારફતે અમદાવાદ ચિફ મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં કુલ 470 અરજીઓ કરવામાં આવી અેમાં કોર્ટે સાઇબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોમાટે લોક અદાલત આયોજીત કરી બેન્કોને પૈસા ચુકવવા હુકમ કર્યો હતો.


    સાયબર ક્રાઇમ રોકવામાં ગુજરાત પ્રથમ

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *