Thu. Mar 13th, 2025 11:27:03 PM
    વરસાદ-વીજળી પડવાના કારણે UPમાં એક જ દિવસમાં 39 લોકોના કરૂણ મોત, પરિજનોને અપાશે 4 લાખનું વળતર 

    વરસાદ-વીજળી પડવાના કારણે UPમાં એક જ દિવસમાં 39 લોકોના કરૂણ મોત, પરિજનોને અપાશે 4 લાખનું વળતર

    ઉત્તર પ્રદેશમાં તોફાને તાંડવ મચાવ્યું

    ધૂળ ડમરી અને વિજળી પડવાથી લોકોના મોત થયા

    સરકારી આંકડા અનુસાર 39 લોકોના મોત થયાં

    ઉત્તર પ્રદેશમાં વરસાદ અને તોફાની પવનથી એક દિવસમાં લગભગ 39 લોકોના મોત થઈ ગયા છે. રાજ્ય સરકારે મંગળવારે આ પ્રકારની જાણકારી આપી હતી. સરકારે જણાવ્યું હતું કે, સોમવારે મોટા ભાગની ઘટનાઓ ધૂળ, ડમરી અને વિજળી પડવા તથા ડૂબવાના કારણે થયા છે. મુખ્યમંત્રી તરફથી મૃતકના પરિવારોને 4 -4 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. 

    ધૂળ ડમરી અને ભારે પવનથી મોત

    યુપી સરકાર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, સોમવારે ધૂળ ભરેલી ડમરી, વિજળીના કડાકા અને ડૂબવાના કારણે અલગ અલગ ઘટનાઓમાં 39 લોકોના મોત થઈ ગયા, જ્યારે ત્રણ લોકો ઘાયલ પણ થયા હતા. ઉપરાંત ત્રણ જાનવરોના પણ મોત થઈ ગયા હતા. 

    જોઈ લો જિલ્લાવાર આંકડાઓ

    રેવન્યૂ વિભાગે કહ્યું છે કે, આગરા અને વારાણસીમાં ચાર ચાર લોકોના મોત થયા છે. ગાઝીપુર અને કૌશાંબીમાં એક એક તથા પ્રતાપગઢમાં બે લોકોના ડૂબવાથી મોત થયા છે. નિવેદન અનુસાર, અલીગઢ, શાહજહાંપુર અને બાંદામાં એક એક વ્યક્તિના મોત જ્યારે લખીમપુર ખીરીમાં બે લોકોના વિજળી પડવાથી મોત થયા છે. ધૂળ અને ડમરીથી અમેઠી, ચિત્રકૂટ, અયોધ્યા, ફિરોઝાબાદ, મુઝફ્ફરનગર અને જૌનપુરમાં એક એક તથા વારાણસી, બાંરાબંકી, આંબેડકરનગર, બલિયા અને ગોંડામાં બે બે જ્યારે કૌશાંબી અને સીતાપુરમાં ત્રણ-ત્રણ લોકોના મોત થઈ ગયા છે.


    વરસાદ-વીજળી પડવાના કારણે UPમાં એક જ દિવસમાં 39 લોકોના કરૂણ મોત, પરિજનોને અપાશે 4 લાખનું વળતર 

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *