વૈશાખ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા (Buddha Purnima) તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન બુદ્ધનો જન્મ વૈશાખ પૂર્ણિમાના (Vaishakh Poornima)દિવસે થયો હતો, તેથી આ દિવસને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમા (Buddha Purnima 2022)15 મેના રોજ બપોરે 12:45 વાગ્યાથી શરૂ થઈ છે, જે આજે એટલે કે 16 મેના રોજ સવારે 09:43 વાગ્યા સુધી રહેશે. આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા 16 મે, સોમવારના દિવસે છે. બૌદ્ધ સમુદાય માટે બુદ્ધ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. આ દિવસે તેઓ ભગવાન બુદ્ધની (Bhagawan buddh)પૂજા કરે છે અને તેમના ઉપદેશો અને સંદેશાને તેમના જીવનમાં લાગુ કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે આજે આપણે કાશીના જ્યોતિષી ચક્રપાણી ભટ્ટ પાસેથી બુદ્ધ પૂર્ણિમાના મહત્વ વિશે જાણીએ.
બુદ્ધ પૂર્ણિમાની તિથિ પણ વિશેષ છે, કારણ કે આ દિવસે જ ભગવાન બુદ્ધને બોધિ વૃક્ષ નીચે જ્ઞાન અથવા બુદ્ધત્વ પ્રાપ્ત થયું હતું. ઉત્તરપ્રદેશના કુશીનગરમાં બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું હતું. વૈશાખ પૂર્ણિમા અથવા બુદ્ધ પૂર્ણિમાએ તિથિએ છે, જે તિથિએ ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો, જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને મૃત્યુ થયું હતું.
ભગવાન બુદ્ધને શ્રી હરિ વિષ્ણુનો 9મો અવતાર માનવામાં આવે છે, તેથી બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ભગવાન બુદ્ધે 29 વર્ષની વયે સંન્યાસ લીધો હતો અને 6 વર્ષ સુધી સખત આધ્યાત્મિક અભ્યાસ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ભગવાન બુદ્ધે લોકોને સત્ય, અહિંસા, ધર્મ, દયા અને પરોપકાર માટે પ્રેરણા આપી અને બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી.
ઉલ્લેખનીય છે કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે 1:18 વાગ્યે વિશાખા નક્ષત્ર પણ છે. આ પૂર્ણિમાને વિશાખા નક્ષત્ર સાથે સંબંધ હોવાને કારણે વૈશાખ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. અહીં જાણીએ બુદ્ધ પૂર્ણિમાનું શુભ મહુર્ત, પૂજા મહુર્ત અને મહત્વ.
બુદ્ધ પૂર્ણિમાનો શુભ સમય
વૈશાખ પૂર્ણિમા અથવા બુદ્ધ પૂર્ણિમા પ્રારંભ તારીખ 15 મે, બપોરે 12:45થી શરૂ થાય છે.
બુદ્ધ પૂર્ણિમા સમાપન – 16 મે, રાત્રે 9.45 સુધી
બુદ્ધ પૂર્ણિમાનું મહત્વ
વૈશાખ પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવાનું મહત્વ છે. આ દિવસે પૂર્ણિમા વ્રત રાખવામાં આવે છે અને પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. પૂર્ણિમાના દિવસે શ્રી વિષ્ણુના રૂપમાં ભગવાન સત્યનારાયણની પૂજા કરવામાં આવે છે. તેમજ ભગવાન સત્યનારાયણની કથા કહેવામાં આવે છે.