27 જૂને ડોક્ટર હિમાંશુ બુલેટ લઈને હોસ્પિટલ જવા નીકળી 8.45 વાગે કર્ણાવતી ક્લબ સામેના સર્વિસ રોડ પરના રિવેરા-11 ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા તે વખતે શેલ્બી હોસ્પિટલ બાજુથી પૂરઝડપે આવતા કારચાલકે ડો. હિમાંશુને પગના ભાગે કાર અથડાવતાં તેઓ ઊછળીને રોડ પર પટકાતાં ડાબા પગની ઘૂંટીના ભાગે તેમ જ શરીરના અન્ય ભાગે ઈજાઓ થઇ હતી. 108માં હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અંગે ડોક્ટર હિમાંશુ સોલંકીએ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી..