ઓઢવમાં છોટાલાલની ચાલી વિસ્તારમાં આવેલી પીએમ આંગડિયા પેઢીમાં ગઇ 17મી જૂને બપોરે 3.30 વાગ્યે રિવોલ્વર-પિસ્તોલ જેવાં હથિયારોથી સજ્જ લૂંટારુઓ ઘૂસી આવ્યા હતા. પેઢીના કર્મચારીઓને હથિયારોની અણીએ બંધક બનાવી તથા ડરાવી ધમકાવી માર મારી લૂંટારુઓ કબાટમાંથી રોકડા રૂ. 53 લાખ તથા 4 મોબાઈલ ફોન ની લૂંટ કરીને ભાગી ગયા હતા.
ક્રાઇમ બ્રાંચના પીઆઈ નિખિલ બ્રહ્મભટ્ટે લૂંટ કરનારા રાજસ્થાનના બાડમેર સિવાણાના રમણિયા ગામના ભાયલાવાસમાં રહેતા કેશરસિંહ વિજયસિંહ ભાયલા તથા તેના સાગરીતો હતા. જેના આધારે તેઓ એક પીએસઆઈ અને ત્રણ પોલીસ કર્મચારીઓ સાથે કેશરસિંહના ગામમાં પહોંચી ગયા હતા. તયાં કેશરસિંહ તથા તેના ત્રણ સાગરીત તેજસિંહ ઉર્ફે તેજુ નાથુસિંહ ભાયલા, ઈશ્વરસિંહ લાલસિંહ ચૌહાણ અને પ્રવીણસિંહ જબરસિંહ પરમાર પોલીસના હાથમાં આવી ગયા હતા.
કેશરસિંહ પોલીસને પોતાની પાસેની લોડેડ પિસ્તોલ પીઆઈ નિખિલ બ્રહ્મભટ્ટના લમણે તાકી દીધી હતી.