છેલ્લા 3 વર્ષથી અમદાવાદ શહેરમાં વરસાદની પેટર્ન બદલાઇ છે. પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો હોય તો પશ્ચિમ વિસ્તારમાં વરસાદ જોવા મળતો નથી. એક વિસ્તારમાં વરસાદ હોય તો શહેરના અન્ય વિસ્તારોમાં તડકો જોવા મળતો હોય છે. અમદાવાદ શહેરમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો તેની માપણી એક ખાસ રેઈન ગેજ મશીન દ્વારા કરવામાં આવે છે.
રેઇન ગેજ મશીન એક બિલ્ડીંગના ધાબા ઉપર રાખવામાં આવે છે. જ્યારે વરસાદનું પાણી તેમાં પડે ત્યારે ઓટોમેટિક 2 કલાકના આંકડા આ માટેના સોફ્ટવેર મારફતે જનરેટ કરવામાં આવે છે. અેના પરથી કયા વિસ્તાર માં કેટલો વરસાદ પડ્યો તેની જાણકારી પ્રાપ્ત થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 25 વિસ્તારમાં રેઇન ગેજ મશીન મુકવામાં આવ્યા છે. જેના દ્વારા ચોક્કસ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો તથા ક્યાં વરસાદ પડ્યો તેની જાણકારી પ્રાપ્ત થાય છે.