ગુજરાતમાં ડ્રગ્સના ફેલાવાને જોતા રાજ્યના ગૃહવિભાગે ડ્રગ્સની બદીને નાથવા જૂના પ્રયોગનું પુનરાવર્તન કર્યું છે. 2018માં વડોદરા પોલીસે દેશમાં પહેલીવાર રેપિડ ડ્રગ્સ ટેસ્ટ શરુ કર્યો હતો. અને ત્યારબાદ બીજા શહેરોમાં આ પ્રયોગને થયો નહોતો. હવે અમદાવાદમાં રથયાત્રાને ધ્યાનમાં રાખીને માદકદ્રવ્યોનું સેવન કરનારાને પકડી પાડવા રેપિડ ટેસ્ટ કીટ વડે મલ્ટિ-ડ્રગ મલ્ટિલાઈન ટવીસ્ટ સ્ક્રીન ટેસ્ટ ડિવાઈસનો ઉપયોગ કરાશે.
સેમ્પલ કલેક્ટરથી ડ્રગ્સ એડિક્ટના મોમાંથી સ્પન્જ મારફતે લાળ સાથેનું પ્રવાહી લઈ અેને ડીવાઈસના કલેક્શન ચેમ્બરમાં ગોઠવવામાં આવે છે. પછી 9 મિનિટના સમયમાં તેનું રિઝલ્ટ આવે છે. પ્રવાહીમાં જો કોઈ ડ્રગ્સની હાજરી હોય તો તે ડીવાઈસ એન્ટીબોડી સાથે સંયોજિત થશે અને આગળ ગતિ નહીં કરી શકે, જ્યારે અન્ય પ્રવાહી કેપિલરી એક્શનના સિદ્ધાંત મુજબ આગળ કરીને લાઇન સ્વરૂપે ડીવાઈસ પર દ્રશ્યમાન થશે.