ગુજરાતમાં 3 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. ગઇકાલે બુધવારે 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જયારે સૌથી વધુ સુરતના કામરેજમાં 3.44 ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં બુધવારની રાતે ભારે પવન ફૂંકાયો સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો હતો. આજે સવારથી જ રાજકોટ તથા ગોંડલ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં પણ હાલમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગની માહિતી મુજબ, ગઇકાલથી રાજકોટ જિલ્લામાં મેઘારાજાએ મંડાણ માંડ્યા છે. જયારે આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ રાજકોટના જસદણ, ગોંડલ અને ધોરાજીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે