અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થવા આવી છે. આ રથયાત્રા માટે ભગવાન જગદીશનાં રજવાડી થીમનાં વાઘા તૈયાર કરાયા જેમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સૌ પ્રથમ વખત ભગવાન માટે બખ્તર તૈયાર કરાયું છે. દેશમાં રાજાઓ બખ્તર પહેરતાં હતાં. જગતનો નાથ સૌનૌ રાજા છે ત્યારે તેઓની માટે પણ મોતીથી ડીઝાઇન કરેલું બખ્તર તૈયાર કરાયું છે. આ વખતે ભગવાન જગન્નાથ મોતીથી ડિઝાઈન કરેલું બખ્તર પહેરીને નગરચર્ચાએ નીકળશે
એકમના દિવસે પીળા રંગના વાઘા જગતનો નાથ ધારણ કરશે. વાઘા તથા સુભદ્રાજી માટેનો શણગાર પણ તૈયાર કરી દેવાયો છે. 2 મહિનાથી ભગવાના વાઘા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે ભગવાન સોનેરી વસ્ત્રો તથા રાજાશાહી ઠાઠથી નગરચર્યા પર નીકળશે.