કેન્દ્ર સરકારે કરેલી અગ્નિપથ યોજના સામે શરૂ થયેલા આંદોલનની સૌથી વધુ અસર ફકત બિહારમાં જોવા મળી છે. બિહારમા યોજનાનો સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે તથા ત્યાં આંદોલનકારીઓએ ટ્રેનોને નિશાન બનાવી છે. જેથી રેલવે વિભાગે પેસેન્જરો અને ટ્રેનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેનો રદ કરી દીધી છે. રેલવેએ રદ કરેલી ટ્રેનોમાં અમદાવાદ તથા ગુજરાતથી બિહાર તરફ જતી- આવતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે.
20મી જૂનની બાન્દ્રા-બરૌની અવધ એક્સપ્રેસ, બરૌની-બાન્દ્રા એક્સપ્રેસ, દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ, દરભંગા-અમદાવાદ એક્સપ્રેસ, મુજફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ તથા બરૌની-અમદાવાદ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. 21 જૂનની પટના-અમદાવાદ એક્સપ્રેસ તેમ જ 22 જૂનની બરૌની-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે.