Mon. Feb 17th, 2025
    અલકાયદાની ધમકી બાદ ગુજરાત પોલીસ ઍલર્ટ: રાજસ્થાન બૉર્ડર પર સઘન ચેકિંગ, SOG પણ વધારશે પેટ્રોલિંગ 

    પયગંબર વિરુદ્ધ કરાયેલ ટીપ્પણી મામલે દુનિયાના ટોચના આતંકી સંગઠન અલ કાયદાએ ગુજરાત સહિત અનેક પ્રાંતમાં આત્મઘાતી હુમલાની ચીમકી આપી છે. જેને પગલે ગુજરાત પોલીસ તંત્ર સાબદું બન્યું છે. મહત્વનું છે કે, અલકાયદા દ્વારા ગઇકાલે એક લેટર લખીને ગુજરાત, યુપી, મુંબઈ અને દિલ્હીમા મોટાપાયે આત્મઘાતી હુમલા કરવાની ધમકી અપાઈ હતી. જેને લઈને અરવલ્લી પોલીસ ઍલર્ટ મોડમાં આવી ગઈ છે. અરવલ્લીના SPએ પોલીસ અને SOGને તપાસના આદેશ આપ્યા છે. વધુંમાં  SP એ સબંધિત પોલીસ અધિકારીઓને પેટ્રોલિંગ વધારવા અને શંકાસ્પદ લોકો પર નજર રાખવા સહિતની સૂચના જારી કરી છે.

    અલકાયદા દ્વારા આતંકી હુમલાના મેસેજ બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી તરફ રાજ્યમાં શાંતિ ન ડહોળાઇ તે માટે પોલીસ સતર્ક બની છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર અરવલ્લી પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અરવલ્લી sp દ્વારા sog સહિતના પોલીસ સ્ટાફને  પેટ્રોલિંગ વધારવા પણ સૂચના આપી દેવામાં આવી છે. એટલું જ નહિ ગેસ્ટ હાઉસ સહિતની જગ્યાઓ પર તપાસ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. 

    ભાજપના પૂર્વ નેતા નુપુર શર્મા અને નવીન જિદલે ટીવી ડિબેટમાં ઈસ્લામના સ્થાપક મોહમ્મદ પયગંબર વિરુદ્ધ વિવાદીત નિવેદન આપ્યું હતું. જેને લઈને વિરોધનો સૂર ઉઠ્યો હતો. જોકે ભાજપે બન્ને નેતાઓએ પાર્ટીમાંથી બરખાસ્ત કરી દીધા હતા પરંતુ આ ઘટનાનો આંતરરાષ્ટ્રીય સ્તરે ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે અને અત્યાર સુધી કેટલાય ઈસ્લામિક દેશોએ આ ઘટનાને વખોડી છે. ત્યારબાદ ગઈકાલે અલ કાયદાએ લેટરમાં જણાવ્યુ હતું કે, અમે પયગંબર પર નિવેદન આપનારની હત્યા કરીશું તેમણે કહ્યું કે અમે અમારી શરીર અને અમારા બાળકોના શરીર સાથે વિસ્ફોટક પદાર્થો બાંધીને અમારા પ્રોફેટનું અપમાન કરનારની વિરુદ્ધમાં કૂદી પડીશું. આ ધમકીને લઈને સુરક્ષા વ્યવસ્થાની કામગીરી તેજ બનાવાય છે. #👮‍♂️ ગુજરાતમાં આતંકી હુમલાનો એલર્ટ


    અલકાયદાની ધમકી બાદ ગુજરાત પોલીસ ઍલર્ટ: રાજસ્થાન બૉર્ડર પર સઘન ચેકિંગ, SOG પણ વધારશે પેટ્રોલિંગ 

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *