રાજકોટ ગુજરાતનું ગૌરવવંતુ સ્માર્ટસિટી બન્યું છે.અહીં રાજ્યનો પ્રથમ સિક્સલેન સિટી રોડ બની રહ્યો છે. રાજકોટ શહેરને વધુ એક ભેટ કાલાવડ રોડ પર મળશે, જે શહેરનો હાર્દસમો વિસ્તાર છે. KKV હોલથી આગળ મોટામવા સ્મશાન અને ત્યાંથી અવધ રોડ સુધી 5 કિમીના રોડને 45 મીટર પહોળો કરી સિક્સલેન બનાવવાનું આયોજન છે. અેમાં 120 મિલકત કપાતમાં આવતા તમામ મિલકતધારકોને નોટિસ આપવામાં આવી છે. આગામી દિવસોમાં વાંધા અરજી સામે ફરી હિયરીંગ થશે. અત્યારે આ રોડ 30 મીટરનો છે તેને જ 15 મીટર વધુ પહોળો કરાશે.
રાજકોટના મેયર ડો. પ્રદીપે જણાવ્યું હતું કે, રાજકોટના હાર્દસમા અને ગૌરવ પથ ગણાતા કાલાવડ રોડ પર ટ્રાફિક સમસ્યા વધી ગઈ છે. જેનાથી લોકોને અગવડ ન પડે તે માટે અહીં KKV હોલથી મોટોમવા સુધી અને મોટા મવાથી કાલાવડ હાઇવેને જોડતા અવધ રોડ સુધી 5 કિ.મી.ના રોડને પહોળો કરાશે. આ રોડની અત્યારની પહોળાઇ 30 મીટર છે જેમાં 15 મીટરનો વધારો કરી 45 મીટરનો એટલે કે સિક્સલેન જેવો બનાવાશે