અમદાવાદમાં ગ્રીન કવર વધારવા માટે 3 વર્ષથી પ્રતિ વર્ષ 10 લાખ થી વધારે વૃક્ષો વાવવામાં આવે છે. તેમાં 40 ટકા વૃક્ષો ઉગી શકતા નથી. પરિણામે શહેરમાં ગ્રીન કવર જે ઝડપે વધવું જોઇએ તે ઝડપે વધતું નથી.વૃક્ષો વાવ્યા પછી તેની નિયમિત જાણવણીમાં અધિકારીઓ – કર્મચારીઓની ઉદાસીનતાને કારણે મોટી સંખ્યામાં વૃક્ષો ઊગતાં નથી.
ગયા વર્ષે મ્યુનિ.એ કેટલાક વિસ્તારમાં ગીચ વૃક્ષારોપણ કર્યું હતું. શહેરમાં ગ્રીન કવર માત્ર અત્યારે 12 ટકા છે. જોકે હજુ પણ શહેરમાં વૃક્ષોની ઓછી છે.