શુક્રવારે રમાયેલી ક્વોલિફાયર-2 માટે એએમટીએસે 116 તથા બીઆરટીએસે 50 બસ મૂકી હતી. રાત્રે પણ પ્રેક્ષકોને પરત લઇ જવા માટે એએમટીએસ દ્વારા 50 તથા બીઆરટીએસ દ્વારા 25 બસો મુકવામાં આવી હતી. જેમાં પણ 5000થી વધારે પ્રેક્ષકોએ લાભ લીધો હતો. બીઆરટીએસમાં 2200 જેટલા નાગરિકો અને એએમટીએસમાં પણ 3000 જેટલા નાગરિકોએ મુસાફરી કરી હતી.
મોટેરા સ્ટેડિયમ માં ક્રિકેટ મેચ પૂર્ણ થયા બાદ બીઆરટીએસની 25 બસો તથા એએમટીએસની 50 બસો મુકવામાં આવી હતી. જેમાં 5000 જેટલા પ્રેક્ષકોએ પરત મુસાફરી કરી હતી. રાત્રે મેચ પૂરી થયા પછી ખાનગી વાહનમાં આવેલા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા.પણ એએમટીએસ-બીઆરટીએસમાં ગયેલા લોકો ઝડપથી પહોંચી ગયા હતા.