અમદાવાદમાં વર્ષ 2021 માં સીએનજીના ભાવમાં સૌથી પહેલો ફેરફાર 4 જાન્યુઆરીએ થયો હતો. 81 પૈસા ઘટીને રૂ.52.36 પ્રતિ કિલો થયો હતો. ત્યારબાદ 17 ફેબ્રુઆરીએ આ જ ભાવ વધીને રૂ.54.62 થયો હતો. 25 ઓગસ્ટે ભાવ 17 પૈસા ઘટીને રૂ.54.45 થયો. પછી થયેલા 8 ભાવવધારામાં છેલ્લો વધારો 16 એપ્રિલ 2022એ થયો જે હવે પ્રતિ કિલોએ રૂ.82.59 રૂપિયા ચૂકવવા પડે છે. ગયા વર્ષે મે મહિનામાં સીએનજીનો ભાવ રૂ.54.62 હતો તે હાલમાં રૂ.82.59 છે. આમ એક વર્ષના ગાળામાં સીએનજીના ભાવમાં 51 ટકાનો વધારો ઝીંકાયો.
અમદાવાદમાં 2 લાખ કારમાં CNG નો ભાવ વધતાં 5 મહિનામાં CNG કિટનો બિઝનેસ 65% ઘટ્યો છે.
દેશમાં CNG પર 15% વેટ વસૂલી રહી છે સરકાર.
હવે સીએનજી મોંઘો થતાં અમદાવાદમાં કિટના વેપારીઓ બિઝનેસ બદલવાના માર્ગે.