નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તથા રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ રમાવાની છે. રવિવારે ફાઈનલ મેચ રમાશે. 1.32 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ ભરાઈ જવાનુ છે. મેચનો ક્રેઝ એટલો છે કે, રૂ.800ની કિંમતની ટિકિટો બ્લેકમાં રૂ.8 હજારમાં તથા 1500ની ટિકિટ રૂ.15 હજારમાં વેચાઈ છે.
IPLની આ બે મેચોને પગલે દિલ્હી તથા મુંબઈથી આવતી ફ્લાઈટના ભાડાં પણ બમણાં થઈ ગયા છે. ફિલ્મી, રાજકીય તેમજ કોર્પોરેટ ક્ષેત્રના અગ્રણીઓ મેચ જોવા આવવાના છે. આ વર્ગ મોટેભાગે ચાર્ટર્ડ ફ્લાઈટમાં આવતો હોય છે. ક્રિકેટચાહકો વધુ ભાડું ખર્ચીને આવી રહ્યા છે.